[Gujarati/ગુજરાતી] તમારા ઘરમાં ઊર્જા અને નાણાં બચાવવાનાં ૫ તેજસ્વી વિચારો

5 bright ideas for saving energy and money in your home

Publisher

Australian Government

Date

વીજળીના ભાવ વધતાં, આપણામાંથી ઘણા લોકો ઘરે ઓછી ઊર્જા વાપરવાના રસ્તાઓ શોધી રહ્યા છે. સારા સમાચાર એ છે કે, ઘણી સરળ અને બિનખર્ચાળ વસ્તુઓ છે કે જે તમે હમણાં જ કરી શકો છો. આમાંનાં કેટલાક ઉપાયો અજમાવીને અને રોજિંદી આદતોમાં થોડો ફેરફાર કરીને, તમે નાણાં બચાવી શકો છો અને સુખસગવડોનો ત્યાગ કર્યા વગર પર્યાવરણને મદદ કરી શકો છો.

  1. ગરમ પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો

    સરેરાશ ઘરગથ્થુ ઊર્જા બિલનાં લગભગ ૨૫ ટકા ભાગ માટે ગરમ પાણી જવાબદાર છે. આમાં ઘટાડો કરવાનાં ઉપાયોમાં ઠંડા પાણીમાં કપડાં ધોવા અને મશીન આખું ભરાય જાય ત્યાં સુધી રાહ જોવાનો, ડીશવોશર આખું ભરાય ત્યારે જ ચાલુ કરવાનો, ઓછો-પ્રવાહ હોય તેવો નહાવાનો ફૂવારો નાંખવાનો (નહીવત્ સમયમાં તે પોતાનો ખર્ચો જાતે જ કાઢી લેશે) અને નહાવામાં ઓછો સમય લેવાનો સમાવેશ થાય છે.

  2. કાર્યક્ષમ ઉપકરણો પસંદ કરવા

    ઘરગથ્થુ ઉપકરણો તમારા ઊર્જા બિલનો એક તૃત્યાંશ ભાગ હોય શકે છે. જો તમે નવું ફ્રીજ, ફ્રીઝર, ટીવી, વોશિંગ મશીન, કપડાં સૂકવવાનું મશીન, ડીશવોશર અથવા એરકંડીશનર ખરીદી રહ્યા હોવ તો, ઊર્જા અસરકારકતા દર (એનર્જી રેટીંગ) લેબલ જુઓ - જેટલા વધુ તારા તેટલી ઓછી ઊર્જા તે ઉપકરણ વાપરશે. વધુ તારાવાળા મોડેલનો ભાવ થોડો વધુ હોય શકે છે, પરંતુ ઓછી ઊર્જા - કાર્યક્ષમતાવાળાં ઉત્પાદનો પસંદ કરવું લાંબાગાળે વધુ ખર્ચાળ પડી શકે છે.

  3. ઉપકરણો સમજાદારીપૂર્વક વાપરવા

    'વપરાશમાં ન હોવા છતાં વપરાતી ઊર્જા (સ્ટેન્ડબાય પાવર)' નો ઉપયોગ કરતાં ઉત્પાદનો જેવા કે માઇક્રોવેવ, ટીવી અને ગેમીંગ કોન્સોલ તમારા વીજળીનાં બિલનો ૧૦ ટકા ભાગ હોય શકે છે. જો તેના પર નાની લાઇટ અથવા ઘડિયાળ હોય તો - તે વીજળી વાપરી રહ્યું છે. ઉપકરણો જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે દીવાલ પરથી સ્વીચ બંધ કરીને, વધારાનાં ફ્રીજ અને ફ્રીઝરની જો તમારે જરૂર ન હોય તો કાઢી નાંખીને, અને કપડાં ડ્રાયરમાં સુકવવા કરતાં દોરી પર સુકવીને વપરાશ ખર્ચને ઓછો કરી શકો છો.

  4. કાર્યક્ષમ રીતે ગરમ અને ઠંડુ કરવું

    ગરમી કે ઠંડીની દરેક ડીગ્રીમાં વધારા માટે ઊર્જા ઉપયોગમાં આશરે ૫થી ૧૦ ટકાનો વધારો થશે. તમારા બિલોને કાબૂમાં રાખવા માટે, શિયાળામાં તમારા ઉષ્ણતા અંક (હીટીંગ થર્મોસ્ટેટ) ને ૧૮-૨૦ ડીગ્રી સેલ્સિયસ અને ઉનાળામાં ૨૫-૨૭ ડીગ્રી સેલ્સિયસ રાખવા વિશે વિચારો. અંદરનાં બધા જ બારણાં બંધ રાખીને અને તમે ઉપયોગમાં લેતા હોવ ફક્ત તેટલા જ ઓરડા ઠંડા કે ગરમ કરીને તમે ઉપયોગમાં લઇ રહેલ ઊર્જાનો પૂરેપૂરો ફાયદો લઇ શકો છો.

  5. તમારાં ઘરનાં બારી-બારણાંની તિરાડો ભરવા (ડ્રાઉટ-પ્રુફીંગ)

    બારી-બારણાંની તિરાડો ભરવી (ડ્રાઉટ-પ્રુફીંગ) એ તમારાં ઘરને આરામદાયક રાખવાનો અને ગરમ કે ઠંડું કરવામાં થતાં તમારા ખર્ચમાં એક ચતુર્થાંશ સુધી બચત કરવાનો સસ્તો અને સરળ ઉપાય છે. બારણાં, ભોંય, બારીઓ અને સ્કર્ટીંગ બોર્ડની આસપાસની તિરાડો ભરવી અને રેતી કે કપડાં ભરેલાં 'સોસેજ' ડ્રાઉટ-સ્ટોપર એ 'તમે-જાતે-કરો/બનાવો' એવા વિકલ્પો છે.

વધુ જાણવું અને બચત કરવી છે?

અંગ્રેજીમાં અકરકારક ઊર્જા, કચરો, પાણી અને મુસાફરી ઉપરાંત સરકારી સહાય પર માહિતીની વિશાળ શ્રેણી www.energy.gov.au વેબસાઇટ પર ઉપલબ્ધ છે.